1 કાળવૃતાંત
લેખક
1 કાળવૃતાંતનું પુસ્તક વિશિષ્ટરૂપે તેના લેખકનું નામ જણાવતું નથી અને યહૂદી પરંપરા એઝરા શાસ્ત્રીને લેખક માને છે. 1 કાળવૃતાંતની શરૂઆત ઇઝરાયલના કુટુંબોની યાદીથી થાય છે. પછી તે દાઉદના ઇઝરાયલ કહેવાતા સંગઠિત રાજ્ય પરના શાસનના હેવાલ સાથે આગળ વધે છે. આ પુસ્તક દાઉદ રાજાની વાર્તાનું ઘનિષ્ટ વર્ણન છે કે જે જૂના કરારના મહાન વ્યક્તિઓમાંનો એક હતો. તેનો વિશાળ ફલક પ્રાચીન ઇઝરાયલનો રાજકીય તથા ધાર્મિક ઇતિહાસ આવરે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 450 થી 400 વચ્ચેનો છે.
1 કાળવૃતાંત 3:19-24 માંની યાદી દાઉદની વંશાવળીને ઝરુબ્બાબેલ પછી છઠ્ઠી પેઢી સુધી વિસ્તારે છે તે કારણે તે સ્પષ્ટ છે કે લખાણનો સમય ઇઝરાયલના બાબિલના દેશનિકાલથી પાછા ફર્યા બાદનો છે.
વાંચકવર્ગ
પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
1 કાળવૃતાંતનું પુસ્તક દેશનિકાલ બાદમાં લખવામાં આવ્યું હતું કે જેથી જેઓ ઇઝરાયલ પાછા ફરતા હતા તેઓને ઈશ્વરની આરાધના કેવી રીતે કરવી તેમાં મદદ મળે. ઇતિહાસ દક્ષિણના રાજ્ય પર એટલે કે યહૂદા, બિન્યામીન અને લેવીના કુળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કુળો ઈશ્વરને વધારે વિશ્વાસુ હોવાનું વલણ ધરાવતા હતા. ઈશ્વરે પોતાના દાઉદ સાથેના દાઉદનું ઘર એટલે કે રાજ્ય સદાકાળ સ્થાપવાના કરારને માન આપ્યું. માનવીય રાજાઓ તે કરી શક્યા નહીં. દાઉદ અને સુલેમાન દ્વારા ઈશ્વરે પોતાનું ભક્તિસ્થાન સ્થાપિત કર્યું કે જ્યાં લોકો આરાધના કરવા આવી શકે. આક્રમણ કરતા બાબિલના લોકોએ સુલેમાનના ભક્તિસ્થાનનો નાશ કર્યો હતો.
મુદ્રાલેખ
ઇઝરાયલનો આત્મિક ઇતિહાસ
રૂપરેખા
1. વંશાવળીઓ — 1:1-9:44
2. શાઉલનું મરણ — 10:1-14
3. દાઉદનો અભિષેક અને રાજશાસન — 11:1-29:30
1
આદમથી ઇબ્રાહિમ
ઉત્પ 5:1-32; 10:1-32; 11:10-26
1 આદમ, શેથ, અનોશ,
2 કેનાન, માહલાલેલ, યારેદ;
3 હનોખ, મથૂશેલાહ, લામેખ,
4 નૂહ, શેમ, હામ તથા યાફેથ.
5 યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6 ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7 યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.
8 હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9 કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
10 કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
11 મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12 પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
13 કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14 યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15 હિવ્વી, આર્કી, સિની,
16 આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
17 શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18 આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19 એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
20 યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21 હદોરામ, ઉઝાલ, દિકલાહ,
22 એબાલ, અબિમાએલ, શેબા,
23 ઓફીર, હવીલા અને યોબાબ.
24 શેમ, આર્પાકશાદ, શેલા,
25 એબેર, પેલેગ, રેઉ,
26 સરૂગ, નાહોર, તેરાહ,
27 અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.
ઈશ્માએલના વંશજો
ઉત્પ 25:12-16
28 ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30 મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31 યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.
32 ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.
33 મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.
એસાવના વંશજો
ઉત્પ 36:1-19
34 ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.
35 એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36 અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37 રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
અદોમના મૂળ વતનીઓ સેઈરના વંશજો
ઉત્પ 36:20-30
38 સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
39 લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40 શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
41 અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
42 એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
અદોમના રાજાઓ
ઉત્પ 36:31-43
43 ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
44 બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45 યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
46 હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47 હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48 સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
49 શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50 બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
51 હદાદ મરણ પામ્યો.
અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
52 ઓહોલીબામાહ, એલા, પીનોન,
53 કનાઝ, તેમાન, મિબ્સાર,
54 માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.