99
વિશ્વના રાજાધિરાજ
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો.
તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
યહોવાહ સિયોનમાં મહાન છે;
તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે*.
તમે ન્યાયને સ્થાપન કરો છો;
તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ
અને તેમના પાયાસન પાસે ભજન કરો.
તે પવિત્ર છે.
તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને
અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ
યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી.
તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ
અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.
હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો.
જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી,
તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.
આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો
અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો,
કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.
* 99:4 99:4 યહોવાહ જે રાજા છે ન્યાયને ચાહે છે