131
બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ
ચઢવાનું ગીત; દાઉદનું.
હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.
મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી
અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;
જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે,
તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે
યહોવાહની જ આશા રાખજે.