ફિલિપ્પી મંડળીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પત્ર  
પ્રસ્તાવના  
ફિલિપ્પી વિસ્વાસી લોકહામાય આનંદ એને ધન્યવાદ વોવહે. પાઉલે ફિલિપ્પી મંડળીલ લોખ્યાં કા ચ્ચાહા બેટેહાટી ચ્ચાહાન ધન્યવાદ દેય. ચ્યાય આનંદમાય ખોબારે સુચના દેની કા ઈપફ્રુદિતુસ, જો પાઉલાહાટી ચ્ચાહા બેટ લેય યેનલો આતો, તો બિમારીમાઅને હારો જાઅલો આતો એને ફિલિપ્પીમાય પાછો ફિરી યેતો આતો. પાઉલે આખ્યાં કા ચ્ચાય કોઅયેહેબી પરિસ્થીતીમાય સંતુષ્ટ રોઅના રહસ્યાલ હિકહયા, એને ચ્ચાય જેલેમાઅને ચ્યા પરિસ્થીતી બારામાય આખ્યાં. ચ્ચાય ખુશી જાહેર કોઅયી કા બો બોદા લોક ખ્રિસ્તા બારામાય વોનાય રીઅલા આતા, ભલે કોલહાક ખારાબ ઉદ્દેશાકોય હારી ખોબારે પ્રચાર કોઅય રીઅલા આતા. ફિલિપ્પીમાય ખ્રિસ્તી લોકહાન એકતા ઓઅરાહાટી ઇચ્છા કોઅય રિઅલો આતો, ચ્ચાય ચ્ચાહાન ઈસુવા હારકા સેવકા રુપ લાંહાટી ચેતાવણી દેની, જોવે ઈસુવાય “પોતાલ શૂન્ય બોનાડયો” એને ચ્ચાય પોતે પોરમેહેરા સ્વભાવા ઓદિકારાલ દોઅય રાખના બદલે માઅહા રુપ ધારણ કોઅયા 2:1-11 પાઉલાય યા પત્રાલ ઇસવી સન 60 માય લોખ્યાં, જોવે તો જેલેમાય આતો.   
1
સલામ 
 
1 આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.  
2 એને પ્રાર્થના કોઓજેહે કા પોરમેહેર આમહે આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાન સદા મોયા એને શાંતી દેય.   
ધન્યવાદ એને પ્રાર્થના 
 
3 આંય જોવે-જોવે તુમહે બારામાય વિચાર કોઅતાહાંવ, તોવે-તોવે આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.  
4 એને જોવેબી આંય તુમહેહાટી પ્રાર્થના કોઅતાહાંવ તોવે ખુશીથી પ્રાર્થના કોઅતાહાંવ.  
5 કાહાકા તુમહાય જ્યા દિહયા પાઅને હારી ખોબારેવોય બોરહો કોઅયો, એને ચ્ચા સમયથી આજ લોગુ તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખના કામામાંય માન મોદાત કોઅતે રીયહે.  
6 યે વાતે માન પાક્કી ખાત્રી હેય, કા જ્યા પોરમેહેરાય તુમહેમાય ઈ હારાં કામ ચાલુ કોઅયાહાં, તી ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના દિહી લોગુ પુરાં બી કોઅરી.   
7 ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.  
8 પોરમેહેર મા સાક્ષી હેય કા ઈસુ ખ્રિસ્તા હારકા પ્રેમ કોઇન આંય તુમહાન મિળના ઇચ્છા કોઅતાહાંવ.   
9 એને મા ઈ પ્રાર્થના હેય કા યોક બીજહાવોય તુમહે પ્રેમ, હાચ્ચાયે જ્ઞાન એને બોદા વિચારાહા આરે આજુબી વોદતે જાય.  
10 યાહાટી કા તુમા બોદહાથી ઉત્તમ વાતહેલ વોળખી હોકે એને ખ્રિસ્તા પાછા યેઅના દિહી લોગુ દોષવગાર એને પવિત્ર રા.  
11 એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.   
કૈદી રુપામાય પાઉલા સેવા 
 
12 ઓ વિસ્વાસ્યાહાય, મા ઇચ્છા હેય, કા તુમા જાંઆય લેય કા જીં આંય કૈદમાય બોગવી રિઅલો હેય, ચ્યાકોય હારી ખોબાર આખાહાટી રુકાવાટ નાંય ઓએ બાકી મોદતરૂપ બોનલા હેય.  
13 કાહાકા કૈસરા રાજમેહેલા બોદા સીપાડા એને બિજા બોદા લોક જાંઆય ગીઅલા હેય કા આંય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે કૈદી હેય.  
14 એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.   
15 ઈ હાચ્ચાં હેય કા કોલહાક લોક ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર જગડા એને માયેવોય ઓદરાય કોઅના લીદે કોઅતાહા, કોલહાક હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા.  
16 જ્યા હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા ચ્યા પ્રેમાકોય એહેકેન કોઅતાહા, કાહાકા ચ્યાહાન ખોબાર હેય, કા આંય ખ્રિસ્તા હારી ખોબાર બોચાવાહાટી કૈદી હેતાઉ.  
17 બાકી ચ્ચા બિજા લોક ઈમાનદારીકોય નાંય બાકી ઓદરાયે લીદે ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅતેહે, ઈ હોમજીન કા ચ્ચા ઈહીં કૈદમાય મા દુઃખ આજુ વોદાડે.   
18 તે કાય જાયા? હારાં વિચારાકોય કા જગડા કોય બાકી કોઅયેહેબી પ્રકાર ઓએ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર ઓઅહે, એને આંય આનંદિત હેતાંવ એને યાકોય આનંદિત રોહોય બી.  
19 કાહાકા આંય જાંઅતાહાંવ કા તુમહે પ્રાર્થના એને પવિત્ર આત્મા જીં ઈસુ ખ્રિસ્તાપાઅને યેહે ચ્યા મોદાતકોય મા તારણ ઓઅય.   
ખ્રિસ્તાહાટી જીવતા રોઅના 
 
20 મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.  
21 કાહાકા જો આંય જીવતો રોઉં તે ખ્રિસ્તાહાટી એને મોઅઇ જાઅના માઆહાટી આજુબી હારાં ઓઅરી કાહાકા આંય ખ્રિસ્તાઆરે રોહીં.   
22 જો આંય શરીરામાય જીવતો રોહીં તે આંય ખ્રિસ્તાહાટી ઉપયોગી કામ કોઅય હોકહી, યાહાટી માન હુજ નાંય પોડે કા માન કાય નિવડા જોજે.  
23 આંય ઈ બેન્યાહા માઅને કાય નિવડુ માન હુજ નાંય પોડે, ઇચ્છા તે હેય કા મોઅઇ જાવ એને ખ્રિસ્તાઆરે રોઉં, કાહાકા ઈ બોજ હારાં હેય.  
24 બાકી તુમહેહાટી મા જીવતો રોઅના વોદારી જરુરી હેય.   
25 યાહાટી માન પાક્કો બોરહો હેય, યાહાટી આંય જાતહાવ કા આંય જીવતો રોહીં, એને તુમહે બોદહાઆરે રોહીં જેથી આંય તુમહે બોરહામાય મજબુત ઓઅરાહાટી એને ચ્યામાય ખુશ રાંહાટી મોદાત કોઅહી.  
26 યાહાટી જોવે આંય તુમહે ઈહીં પાછો યીહીં તોવે મા લેદે ઈસુ ખ્રિસ્તા સ્તુતિ કોઅના આજુબી વદારે ઘમંડા કારણ ઓરી.   
ખ્રિસ્તાહાટી દુઃખ બોગાવના 
 
27 દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.   
28 એને તુમા વિરુદ કોઅનારાથી વાયબી દાક નાંય રાખે, તુમહે ઈંમાત ઈ ચ્યાહાહાટી નાશ ઓઅના નિશાણી હેય બાકી તુમહેહાટી તારણા, એને ઈ પોરમેહેરા ઇહિને હેય.  
29 કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.  
30 એને તુમાબી ઓહડો સંઘર્ષ કોઅય રીઅલે હેય, જીં તુમહાય વિતી ગીઅલા સમાયામાય માન કોઅતા દેખ્યા, એને આમીબી આંય ચ્યામાય લાગલો હેય, જેહેકેન તુમા વોનાતેહે.